ડીસાનો જીઆઇડીસી રોડ છેલ્લા કેટલાક વર્ષોથી ભંગાર હાલતમાં ઉબડ ખાબડ બની ગયો હતો. રોડ ઉપર ઠેકઠેકાણે ખાડા પડી ગયા હતા. જેથી રાહદારીઓને ચાલવું મુશ્કેલ બની ગયું હતું. જ્યારે વાહન ચાલકોને પણ માર્ગ અકસ્માતની દહેશત વર્તાતી હતી.જેથી રોડના સમારકામ માટે જાગૃત લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી.
પરંતુ તંત્ર લોકોની વ્યાજબી રજૂઆતો કાને ધરતું નહતું. જોકે હાલમાં આ રોડ ઉપર આવેલી ફટાકડાની ફેકટરીમાં સર્જાયેલ અગ્નિકાંડના બનાવના પગલે આ રોડ ઉપર રાજ નેતાઓ સાથે અધિકારીઓની અવર જવર વધી પડી છે. જેના કારણે તંત્ર દ્વારા રોડ ઉપર પડેલ ખાડાઓમાં માત્ર કપચી નાખી સંતોષ માનવામાં આવ્યો છે.