“થરાદ તાલુકાના ભાચર ગામના હરેશભાઈ ખાનાભાઈ ચૌધરી હરિદ્વારથી 1150 કિલોમીટરની કાવડયાત્રા કરી રહ્યા છે. તેઓ 8 જૂન 2025ના રોજ હરિદ્વારથી નીકળ્યા હતા. હરેશભાઈ 16 કિલો ગંગાજળ અને 9 કિલો કાવડ મળી કુલ 25 કિલો વજન સાથે પદયાત્રા કરી રહ્યા છે.” થરાદના વડગામડા, ભોરડુ કોઠીગામ સહિતના વિવિધ ગામોમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સર્વ સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે.
હરેશભાઈએ જણાવ્યું કે રાજસ્થાન અને હરિયાણામાં લોકોનો સારો સહકાર મળ્યો. ગુજરાતમાં આવતા લોકોનો અપાર પ્રેમ જોઈને તેઓ ભાવુક બની ગયા. બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ અને માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ દરરોજ ફોન કરીને તેમની ખબર અંતર પૂછે છે. હરેશભાઈ થરાદ માર્કેટ યાર્ડ ખાતે પહોંચતાં નગરના લોકો માર્કેટ યાર્ડ કમિટી વેપારીઓ ખેડૂતો અને બહોળી સંખ્યામાં લોકો એ ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે માર્કેટયાર્ડ ના ચેરમેન સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમાસના દિવસે તેઓ પોતાના વતન ભાચર ગામે પહોંચતા ત્યાં પણ ભારે ઉત્સાહ સાથે તેમનું ભવ્ય સ્વાગત સામૈયું કરવામાં આવ્યું હતું.

