પ્રસિદ્ધ લોક ગાયક કાજલ મહેરિયાએ 24-કડી વિધાનસભાની બેઠક પર ભાજપ માંથી ચૂંટણી લડવા માંગી ટિકિટ છે. એક કલાકારે શાસક પક્ષ તરફથી ચૂંટણી લડવા તૈયારી બતાવતા સૌ કોઈ ચોંકી ઊઠ્યાં હતા. મહેસાણા જિલ્લાના ભાજપ કાર્યાલય કમલમમાં ચાલી રહેલી ભાજપના નેતાઓની સેન્સ પ્રક્રિયામાં લોક ગાયક કાજલ મહેરિયાએ એકાએક પહોંચીને પોતાની ઉમેદવારી નોંધાવાની વાત કરતાં ભાજપ નેતાઓ દ્વારા તેમને પણ આવકારવામાં આવ્યા હતા.
કાજલ મહેરિયાએ કડી બેઠક પર ચૂંટણી લડવા તૈયારી બતાવી ભાજપમાં ટીકીટની માંગણી કરી પોતાની દાવેદારી નોંધાવવાની વાત રજૂ કરી હતી. જ્યાં લોક ગાયક કાજલ મહેરિયાએ કહ્યું કે હું છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે જોડાયેલી છું, પાર્ટી ટિકિટ આપે તો લોકોની વધુ સેવા કરીશ. ભાજપની સેન્સ પ્રક્રિયામાં પોતાના ટેકેદારો સાથે કમલમ પહોંચ્યા હતા. કાજલ મહેરિયા ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની અને ચૂંટણી લડવાની તૈયારી બતાવી ફોર્મ ભરવાનું જણાવ્યું હતું. ભાજપની સેન્સ પ્રક્રિયામાં કાજલ મહેરિયાના નામને પણ આગળ મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

