અકસ્માતમાં ગંભીર ઘાયલ કુંભલમેર ગામના શિક્ષકનુ મોત નિપજ્યુ…
કચ્છના રાપરમાં નોકરી કરતા મૃતક શિક્ષક વેકેશનને લઇ વતનમાં આવ્યા હતા; પાલનપુર તાલુકાના ચંડીસર ગામના રેલવે ફાટક પાસે બાઇક લઇને પસાર થઇ રહેલા કુંભલમેર ગામના એક દંપતીના બાઇકના આડે ભૂંડ આવી જતા બાઇક સ્લીપ ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર દંપતી ગંભીર ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા બાઇક સવાર શિક્ષકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું
પાલનપુર તાલુકાના કુંભલમેર ગામના વતની અને કચ્છના રાપર તાલુકાના કાનમેર ગામની પ્રાથમિક શાળામા ફરજ બજાવતા શિક્ષક જયંતીભાઈ રાજાભાઈ ઠાકોર જેઓનો પરિવાર ઉનાળુ વેકેશનને લઇ વતનમાં કુંભલમેર ગામે આવ્યા હતા અને આ શિક્ષક વીવી આઇપી મૂવમેન્ટ ને લઇ ત્યાં રોકાયા હતા જેઓતા.27 મે ઘરે આવ્યા બાદ રાત્રે કામ કાજ માટે તેમની પત્ની સોનલબેન સાથે બાઇક લઇ ચંડીસર ગામે ગયા હતા. જ્યા કામ પતાવીને રાત્રે પરત ફરી રહ્યા હતા દરમ્યાન રેલવે ફાટક થી આગળ રસ્તામાં ભૂંડ આવી જતા શિક્ષકે બ્રેક મારતા બાઇક સ્લીપ ખાઇ જતા તેનો અને તેમની પત્ની ગંભીર ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમ્યાન શિક્ષક જયંતીભાઈ રાજાભાઈ ઠાકોર નું મોત નિપજતા પરિવાર પર આભ તુટી પડવા પામ્યું હતું.