સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી વિજાપુર રોડ પર આવેલી સમરસ હોસ્ટેલના પાછળના ભાગે સોમવારે રાત્રે આગ લાગી હતી. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ ઝાડી-ઝાંખરામાં લાગી હતી. હિંમતનગર ફાયર વિભાગના ઇન્ચાર્જ ફાયરમેન મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે હોલિકા દહન ઠેર ઠેર કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન રાત્રે 10 વાગ્યાની આસપાસ સમરસ હોસ્ટેલ પાછળ ઝાડી-ઝાંખરામાં આગ લાગી હતી. ફાયર ટીમે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

