ડીસા તાલુકાના માલગઢ ગામની ગોગાઢાણી ખાતે રહેતાં રમેશકુમાર ધર્માજી માળીના ઘર પર રવિવારે વહેલી પરોઢે અચાનક કડાકા-ભડાકા સાથે વીજળી ત્રાટકતાં ભારે નુકશાન થયું હતું. ત્યારે સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી. ખેડૂતના ખેતર પર અચાનક વીજળી ત્રાટકતાં નાળિયેરીના વૃક્ષને ચીરીને સીધી ઘર પર અચાનક કડાકા-ભડાકા સાથે વીજળી ત્રાટકી હતી. ત્યારે ઘરને નુકશાન થયું હતું અને વીજળી પડતાં ટી.વી., પંખા, ટ્યૂબલાઇટ જેવા વીજ ઉપકરણો બળીને ખાખ થઇ ગયા હતા. ખેડૂત માલિકને ભારે નુકશાન થયું હતું. ત્યારે ખેતર માલિકના પરિવાર અને આજુબાજુના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વીજળી ત્રાટકયા બાદ આજુબાજુના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થયા હતા.જો કે, સદ્દનસીબે વીજળી ત્રાટકી તે જગ્યા આજુબાજુ કોઇ વ્યક્તિ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
- July 14, 2025
0
347
Less than a minute
You can share this post!
editor

