એક કરોડ એસી લાખનો મુદ્દામાલ કબ્જે કરેલ ( 1.80 કરોડ ) પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી કોટવાલ શિહોરીની તપાસ ટીમ બુકોલીની બનાસ નદી પટ વિસ્તાર મા તાપસ માં હતી. ત્યારે બિન અધિકૃત ખનન કરતા ત્રણ હિટાચી મશીન ઝડપી પડ્યા હતા. અને ખાણ ખનીજ ટિમ પાલનપુરને જાણ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.
શિહોરી પીઆઇ એમ.બી કોટવાલ અને તેમની પોલીસ સ્ટાફ દ્વારા તારીખ 13.7. 2025 ના રોજ મોજે બુકોલી,તાલુકો; કાંકરેજ જીલ્લો; બનાસકાંઠા ના બનાસ નદીપટ પૈકી વિસ્તારમાં સાદી રેતી ખનીજનું બિનધિકૃત વહન કરતા 3 એક્સકેવેટર મશીનની અટકાયત કરી ભુસ્તરશાસ્ત્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતુ પાલનપુર બનાસકાંઠાની તપાસ ટીમને જાણ કરતા તપાસ ટીમ રૂબરૂ આવી ત્રણેય મશીનોને સીઝ કરી, સદર મશીનૉ દ્વારા કરવામાં આવેલ સદીરેતી ખનીજ વાળા વિસ્તારની ખાણ ખનીજ ટિમ દ્વારા માપણી પણ કરવામાં આવેલ અને ત્રણેય માશીનો ને અરણીવાડા ખાતે સ્ટોક વિસ્તારમાં રાખવામાં આવેલ છે. આ બાબતે જેને આગળની દંડકીય કાર્યવાહી ચાલુમાં છે તેમજ વધુમાં ભુસ્તર શાસ્ત્રીની તપાસ ટીમ દ્વારા મુડેઠા થી એક ડમ્પર no. RJ04GC2726 સાદી રેતી ખનીજના આધાર પુરાવા વગર તેમજ RJ04GD9111 ne રોયલ્ટી પાસના આધાર પુરાવા કરતા વધારે બીન અધિકૃત વહન કરવા બદલ અટકાયત કરી ઓનલાઈન દંડકીય કાર્યવાહી હાથ ધરેલ હતી.

