પાટણ જિલ્લામાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતોની હેરાનગતિ વધી

પાટણ જિલ્લામાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતોની હેરાનગતિ વધી

ઉનાળું વાવેતરની સિઝન પુરી થાય તે પહેલાં પુરતાં પ્રમાણમાં યુરિયા ખાતર નો જથ્થો પુરો પાડવા શહેર કોંગ્રેસ પ્રમુખની માંગ

પાટણ જિલ્લામાં યુરિયા ખાતરની ગંભીર અછત સર્જાઈ છે. જિલ્લામાં બાજરી અને જુવારનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ખેડૂતોને ગામની મંડળીઓમાં પૂરતો જથ્થો ન મળતા તેઓ પાટણ શહેર તરફ વળ્યા છે. પાટણ શહેરમાં તાલુકા સહકારી સંઘ, જિલ્લા સહકારી સંઘ, નર્મદા ડેપો અને સરદાર ડેપો સહિતની દુકાનોમાં ખેડૂતો ખાતર મેળવવા પ્રયાસ કરે છે. પરંતુ શહેરમાંથી પણ ખાતર ન મળતા તેમને આખો દિવસ બગાડી આર્થિક નુકસાન સાથે ખાલી હાથે પરત ફરવું પડે છે.

25 એપ્રિલ 2025ના રોજ પાટણ તાલુકા સહકારી સંઘમાં યુરિયા ખાતરની એક ગાડી આવી હતી. જે માત્ર બે-ત્રણ કલાકમાં જ ખલાસ થઈ ગઈ. ખાતર મેળવવા ખેડૂતો સવારથી જ લાઈનમાં ઊભા રહે છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ખાતરનો જથ્થો ફાળવવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઉત્તર ગુજરાતને પૂરતો જથ્થો ન ફાળવાતા સમગ્ર વિસ્તારમાં અછત સર્જાઈ છે. 15 ફેબ્રુઆરી 2025ના રોજ રવિ સીઝન પૂરી થવા છતાં ખેડૂતોને ભર ઉનાળે ખાતર મળતું નથી. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ જિલ્લાના ખેડૂતોને યુરિયા ખાતર સરળતાથી મળે તે માટે ગુજરાત સરકાર પાસે વધુ જથ્થાની ફાળવણીની માગણી કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *