પાટણના સાંતલપુરમાં તંત્રની નિષ્ક્રિયતા કારણે પ્રજા અનેક યાતનાઓ ભોગવી રહી છે. ત્યારે રોડ રસ્તાની હાલત પણ દયનીય બની હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાંતલપુર માં બિસ્માર બનેલા માર્ગ ના કારણે રાહદારીઓ,વાહન ચાલકો અને આમ પ્રજા અવાર-નવાર અકસ્માત નો ભોગ બનતા હોવાની ધટનાઓ પણ સજૉતી હોય છે છતાં તંત્ર દ્વારા આવા માગૅ નું રિપેરિંગ કામ નહીં કરાવી નીંદ્રાધીન અવસ્થા માં રાચતું હોવાથી તંત્ર પ્રત્યે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પાટણ જિલ્લાના સાંતલપુરના બજાર માગૅ સહિત બ્રિજની બાજુમાં આવેલ સર્વિસ રોડ પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓના સામ્રાજ્યના કારણે શનિવારે આ માગૅ પરથી મુસાફરો ભરીને પસાર થઈ રહેલ એક ખાનગી વાહન આ ખાડાવાળા માગૅ પર પલ્ટી ખાતા બચી જતાં મોટી જાનહાની ટળી હતી. ત્યારે તંત્ર દ્વારા સાંતલપુર ના બજાર માગૅ સહિત બ્રિજની બાજુમાં આવેલ સર્વિસ રોડ પરના મસમોટા ખાડાઓનું તાત્કાલિક રિપેરિંગ કામ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.