પોલીસ તંત્રની દારૂબંધી ની વાતો પોકળ સાબિત થઈ હોય દારૂબંધી નો ચુસ્ત અમલ કરાવવા શહેર કોગ્રેસ પ્રમુખની માંગ; પાટણ શહેરમાં દારૂબંધીની વાતો પોકળ સાબિત થઈ હોય તેવા દ્રશ્યો શુક્રવારે શહેરના પ્રથમ રેલવે ગરનાળા થી ચાણસ્મા હાઇવે તરફ જતા રોડની પાસે આવેલ લાવણ્ય સોસાયટી ની સામે ખૂબ મોટા પ્રમાણમાં દેશી દારૂની ખાલી થેલીઓ જાહેર રસ્તા ઉપર પડેલ જોવા મળતા સાબિત થઈ છે.
પાટણ શહેરમાં વિદેશી દારૂના વેચાણની સાથે સાથે દેશી દારૂની પોટલીઓનુ પણ પુષ્કળ પ્રમાણમાં વેચાણ થતું હોય તેવા દ્રશ્યો આ દેશી દારૂની ખાલી પોટલીઓના ખડકાયેલા ઢગલા પરથી અનુમાન લગાવી શકાય તેમ હોવાનું શહેર કોગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલે જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું. કે આના ઉપરથી સ્પષ્ટ થાય છે. કે પાટણ શહેરની અંદર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે જેના કારણે પાટણનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે આટલી મોટી માત્રામાં દારૂની કોથળીઓ જાહેર રસ્તા ઉપર પડી છે. આ રસ્તો પાટણના નાગરિકો ની અવરજવર વાળો રસ્તો છે. પાટણના પોલીસ તંત્ર સાચા અથૅ મા પાટણ શહેર માથી દારૂની બંધી કરાવવા કડક કાર્યવાહી કરી પાટણ શહેર માંથી દારૂના દુષણ ને બંધ કરાવે તેવી માગ પણ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે કરી હતી.