ફાયર ટીમમાં એક પણ તરવૈયો હાજર ન હોય સ્થાનિક તરવૈયાઓએ લાશને બહાર કાઢી
પાટણ શહેરનું સિદ્ધિ સરોવર સ્યુસાઇડ પોઇન્ટ બની ગયું હોય તેમ એક પછી એક જીવનથી કંટાળેલા લોકો મોતની છલાંગો મારી પોતાની જીવન લીલા સંકેલતા હોય છે ત્યારે શુક્રવારે શહેરના બુકડી વિસ્તારમાં રહેતા 90 વર્ષીય હુંરીબેન ગફુરભાઈ મન્સૂરી કે જેઓ છેલ્લા એક સપ્તાહથી માનસિક અસ્થિરતા ધરાવતા હોય સવારે ઘરેથી દુકાને જવાનું કહીને નીકળ્યા હતા અને મોહલ્લા ની જ રીક્ષામાં બેસીને સિધ્ધી સરોવર આવ્યા હતા અને માનસિક અસ્થિરતા ને લઈને તેઓએ સિધ્ધી સરોવર માં પડતું મૂકી પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી.
તો બાબતે રીક્ષા ચાલકે વૃધ્ધા ના ઘરે જઈને તેઓના પરિવારજનોને જણાવ્યું હતું કે હુંરિબેન મારી રિક્ષામાં બેસીને સિધ્ધી સરોવર પહોંચ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં હુંરીબેને સિધ્ધી સરોવરમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનાની જાણ થતા કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 112 ની ટીમ સહિત પાટણ નગરપાલિકાના ફાયર ફાઈટર અને પોલીસને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર ફાઈટર ની ટીમમા કોઈ તરવૈયું ન હોવાથી દેવચંદભાઈ પટેલે સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢવાની ફરજ પડી હતી.
આ અંગે દેવચંદભાઈ પટેલે જણાવ્યું હતું કે સિધ્ધી સરોવરમાં પદ્મનાભ કેનાલમાંથી આવતું શુદ્ધ પાણી છાસવારે અશુદ્ધ થતું હોવાથી અંદાજે ચાર કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા છે અને તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હોવાથી બે દિવસમાં વર્ક ઓર્ડર આપીને સિદ્ધિ સરોવરના બ્યુટીફિકેશન માટેનું ખાતમુર્હુત કરવામાં આવનાર હોવાનું જણાવી ચાર સિક્યુરિટી કેબિનો કેમેરાઓ અને શહેરીજનો ને ચાલવા માટે પાર્થ વે બનાવી સિદ્ધિ સરોવરને ચાર ચાંદ લગાવવામાં આવશે તેમ જણાવ્યું હતું તો વિપક્ષના ભંરતભાટીયાએ ફાયર ફાઈટર ની ટીમ પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ફાયર ની ટીમ માત્ર શોભાના ગાંઠીયા સમાન બની રહી હતી અને લાશને સ્થાનિક તરવૈયાઓ ની મદદ થી કાઢવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

