ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીના અવસરે દાંતીવાડા તાલુકાની ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી ઊજવણી સમિતિ દ્વારા દાંતીવાડા ગામ ત્રણ રસ્તાથી દાંતીવાડા કોલોની અંબાજી ચોક સુધી વિશાળ બાઇક રેલી અને અંબાજી ચોક દાંતીવાડા કોલોની ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. આંબેડકરના જીવન, સંઘર્ષ અને સમાજસેવાના પ્રસંગો યાદ કરવામાં આવ્યા. વક્તાઓએ તેમના સમાનતા, શિક્ષણ અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો પર ભાષણો આપ્યા. આ પ્રસંગે દાંતીવાડા તાલુકાના અનુસુચિત સમાજના તમામ વર્ગોના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
તેમજ સમિતિના પ્રતિનિધિઓએ ડૉ. આંબેડકરના વિચારોને જીવનમાં ઉતારવા જણાવ્યુ હતું, યુવાઓની મોટી સંખ્યા ઉપસ્થિત રહી, જેમણે બાબાસાહેબના સપના અનુસાર “શિક્ષિત બનો, સંઘર્ષ કરો, એકતા બનાવો”નો સંદેશ પ્રસારિત કર્યો હતો ,આ ઉપરાંત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમાજસેવી સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે દાંતીવાડા ના ધનિયાવાડા ખાતે પણ રાજકીય આગેવાનો સહિત યુવાનો અને ગ્રામજનોએ ડૉ. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યાં હતાં.