સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થયાના 14 દિવસ બાદ આજે માર્કશીટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ માર્કશીટ મેળવવા શાળાઓમાં પહોંચી ગયા હતા. તા.5 મેના રોજ જાહેર થયેલા પરિણામમાં સાબરકાંઠા જિલ્લાના સામાન્ય પ્રવાહનું પરિણામ 92.89% નોંધાયું છે. ગત વર્ષે આ પરિણામ 92.10% હતું, જેમાં 0.79%નો ઘટાડો થયો છે. વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષે 78.36%નું પરિણામ આવ્યું છે, જે ગત વર્ષના 76.11% કરતાં 2.25% વધુ છે.જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના આંકડા મુજબ, સામાન્ય પ્રવાહમાં કુલ 8,951 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 37 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 595એ A2, 1,753એ B1, 2,599એ B2, 2,220એ C1, 964એ C2, 74એ D અને 2 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો છે. 794 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થયા છે.વિજ્ઞાન પ્રવાહમાં 2,551 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 1 વિદ્યાર્થીએ A1 ગ્રેડ, 104એ A2, 309એ B1, 440એ B2, 500એ C1, 512એ C2, 132એ D અને 1 વિદ્યાર્થીએ E1 ગ્રેડ મેળવ્યો છે. 557 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થયા છે. શાળાઓ દ્વારા માર્કશીટ સાથે LC સહિતના પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે.
- May 19, 2025
0
851
Less than a minute
You can share this post!
editor

