સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રણાસણ નજીક રાત્રે એક અલ્ટો કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની. કાર માલિક એ સમયસૂચકતા વાપરીને કારમાંથી બહાર નીકળી ગયા. આગની જાણ થતાં હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર વિભાગે મિનિટોના સમયગાળામાં પાણીનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે.

- May 19, 2025
0
487
Less than a minute
You can share this post!
editor