ડીસા તાલુકા પોલીસની હદમાંથી વર્ષ 2024- 2025 દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો ડીસા -થરાદ હાઇવે પર આવેલા કાતરવા ગામના હેલીપેડ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. આ અંગેની વિગત એવી છે કે વર્ષ 2024 થી 2025 ના સમય દરમિયાન ડીસા રૂરલ પોલિસ સ્ટેશન ખાતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડવવાના કુલ 26 ગુનામાં ઝડપાયેલા વિદેશી દારૂ બોટલ/ટીન નંગ – 16889 (કુલ કિંમત રૂ. 54,03,614/-) નો મુદ્દામાલ કોર્ટના આદેશથી નાશ કરવામાં આવ્યો હતો જેમાં ડીસા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નેહાબેન પંચાલ, ડીસા ડીવાયએસપી સી.એલ.સોલંકી તેમજ નશાબંધી અધિક્ષક પાલનપુર, ડીસા રૂરલ પીઆઈ વી.જે.પ્રજાપતિ વગેરેની ઉપસ્થિતિમાં કાતરવા હેલિપેડ ખાતે નાશ કરવામાં આવ્યો હતો.
- January 29, 2025
0
560
Less than a minute
You can share this post!
editor

