ધારપુર મેડિકલ કોલેજ આંખના વિભાગ દ્વારા રાષ્ટ્રીય નેત્રદાન સપ્તાહ ની ઉજવણી કરાઈ

ધારપુર મેડિકલ કોલેજ આંખના વિભાગ દ્વારા રાષ્ટ્રીય નેત્રદાન સપ્તાહ ની ઉજવણી કરાઈ

રાષ્ટ્રીય નેત્રદાન સપ્તાહ દર વર્ષ 25 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર દરમિયાન ઉજવવામાં આવે છે આ પખવાડિયું ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર જનતાને નેત્રદાન માટે પ્રોત્સાહિત કરવા સાથે સાથે નેત્ર પ્રત્યારો પણ અને નેત્રદાન વિશેની વિવિધ ગેર સમજ દૂર કરવાનો રહેલો છે. જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ધારપુરમાં આ પખવાડિયાની ઉજવણી 4 સપ્ટેમ્બર ના રોજ આંખના વિભાગ દ્વારા કરવામાં આવી છે ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓ જેવી કે રંગોળી સ્પર્ધા,પોસ્ટરની સ્પર્ધા તેમજ રીલ બનાવવાની સ્પર્ધાઓનું આયોજન કરેલું હતું. જેમાં એમબીબીએસ ના તથા નર્સિંગ ના વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લઈને નેત્રદાન જાગૃતિનો સંદેશ જાહેર જનતાને પહોંચાડ્યો છે. વિવિધ સ્પર્ધા ના વિજેતાઓને ડીન ડૉ.હાર્દિક શાહ તથા મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.પારુલ શર્મા,આંખ વિભાગના વડા સોનલ અગ્રવાલ,આરએમઓ તથા નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ ના વરદ હસ્તે પુરસ્કારથી બિરદાવી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *