કાશ્મીરના પહેલગામમાં થયેલ નિર્દોષ પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને ધાનેરા મુસ્લિમ સમાજ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ધાનેરા નગરપાલિકા કચેરીના પ્રાંગણમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ એકત્ર થયા હતા અને આતંકવાદીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. સમાજના આગેવાનો અને નાગરિકોએ મીણબત્તી પ્રગટાવી શહીદો માટે શોકસભા યોજી હતી. તેમનો સુનિશ્ચિત આક્રોશ હતો કે, આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને દેશદ્રોહી તત્વોનો સમૂળ નાશ થવો જોઈએ. ધાનેરા મુસ્લિમ સમાજે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અમે રાષ્ટ્રહિતમાં દેશની સાથે છીએ અને સરકાર આતંકવાદનો સંપૂર્ણ નાશ કરે તેવી અમારી માંગ છે. આ પ્રસંગે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
- April 27, 2025
0
588
Less than a minute
You can share this post!
editor

