તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લાના તમામ પુલોનું નિરીક્ષણ તથા સેફ્ટી ઓડિટ કરવા માટે તમામ પ્રાંત અધિકારીઓને સૂચના કરાઈ હતી. જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન અને સૂચના અન્વયે દિયોદર પ્રાંત અધિકારી ડી.એન.કાછડએ વિવિધ ટીમો સાથે દિયોદર તાલુકામાં દિયોદર રેલ્વે ઓવર બ્રિજ, નેસડી અને કોતરવાડા બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન પુલોની માળખાકીય સ્થિતિ, વાહન વ્યવહારનું દબાણ, પાણી નિકાલની વ્યવસ્થા, ડેક પ્લેટ્સની મજબૂતીઓ, સાઈડ રેલિંગ્સ, ચિહ્નો અને સાઇનબોર્ડ્સ વગેરે બાબતોનું નિરીક્ષણ કરાયું હતું.
- July 11, 2025
0
354
Less than a minute
You can share this post!
editor

