પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારનું જાહેર દબાણ દૂર કરવાની માંગ

પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારનું જાહેર દબાણ દૂર કરવાની માંગ

પાલિકાના ઓક્ટ્રોય નાકા સમયની ઓફીસ પર ગેરકાયદે કબજો કરાયો હોવાની રાવ; પાલનપુર નગરપાલિકા દ્વારા તાજેતરમાં મોટા ઉપાડે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે પાલિકાની માલિકી ની જગ્યા પર ગેરકાયદેસર કબજો કરી થયેલું દબાણ દૂર કરવાની લેખિત રજુઆત થઈ છે. ગરીબોના દબાણ દૂર કરવામાં શૂરવીરતા દાખવી ગરીબોને બેઘર કરનારી પાલનપુર નગરપાલિકા ખુદ તેની મિલ્કતોનો કબજો કરનારા દબાણદારોને છાવરી રહી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેડંચા ગામના યુવા કોંગ્રેસ અગ્રણી નીતિન ભાઈ ડાકાએ પાલિકાના ચીફ ઓફિસરને કરેલી લેખિત રજુઆત મુજબ, પાલનપુરના ગઠામણ વિસ્તારમાં અંબે માતાજીનું મંદિર આવેલું છે. જેની નજીકમાં પાલનપુર નગરપાલિકાની ઓક્ટ્રોય નાકાની ઓફીસ હતી. જે જગ્યા પર કોઈ દબાણદારોએ ગેરકાયદેસર કબજો કરી દબાણ કર્યું છે. ત્યારે લાખો રૂપિયાની કિંમતની મોકાની જગ્યા પરથી દબાણ દૂર કરાવી મંદિરના દર્શનાર્થીઓ માટે પાર્કિંગની જગ્યા ફાળવાય તેવી માંગ કરી છે.

ઓક્ટ્રોય નાકાની જગ્યાઓ શોધી જડતી નથી; પાલનપુર શહેરમાં નગરપાલિકાની ઓક્ટ્રોય નાકાની ઓફિસો મોકાની જગ્યાઓ પર આવેલી હતી. કરોડો રૂપિયાની મિલ્કતો ધરાવતા ઓક્ટ્રોય નાકાની જગ્યાઓ હાલમાં શોધી જડતી ન હોવાની રાવ ઉઠી છે. ત્યારે પાલિકાના શાસકોની રહેમનજર તળે ઓક્ટ્રોય નાકાની જગ્યાઓ પર ગેરકાયદે કબજો થઈ ગયો હોવા છતાં પાલિકાના શાસકોના આંખ મિચામણા સામે સવાલો ઉઠ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *