ડીસા દક્ષિણ પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 12 જેટલા ગુનામાં સંડોવાયેલા રાયમલસિંહ બનસિંહ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. ગુજરાત રાજ્ય પોલીસ કમિશનર વિકાસ સહાયે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. જેના પગલે ડીસા દક્ષિણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.જેમાં ડીસા તાલુકાના મહાદેવીયા ખાતે રહેતા રાયમલસિંહ બનસિંહ દરબાર (પરમાર) છેલ્લા એક મહિનાથી ફરાર હતો અને તેના પર મારામારી, રાયોટીંગ, લૂંટ અને પ્રોહીબીશન, આર્મસ એક્ટ સહિતના 12 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ડીસા દક્ષિણ પોલીસે તેને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીના ગુનામાં સંડોવાયેલા અને એક માસથી નાસતા ફરતા શરીર સબંધી ગુનાના રીઢા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિક્ષક બનાસકાંઠાએ મિલકત અને શરીર સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ અવાર નવાર સુચનાઓ કરતા ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ દક્ષિણ પોલીસ સ્ટેશનની ટીમે રાયમલસિંહ ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે.