ડીસા માર્કેટયાર્ડ માં નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ જાહેર હરાજીનો શુભારંભ થયો હતો જેની સાથે જ પ્રથમ દિવસે જ 50 હજાર બોરી ની આવક નોધાઈ હતી અને પ્રતિ મણ તમાકુનો ભાવ ૧૫૦૦ થી ૨૫૫૧ રૂપિયા નોધાયો છે. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લા માં ૫૫૨૨ હેક્ટર વિસ્તારમાં તમાકુ નું વાવેતર થયેલ છે. તમાકુ લેવાની કામગીરી શરૂ થઈ છે. ત્યારે માર્કેટયાર્ડમાં નવી તમાકુની આવકો નોધાઇ રહી છે. ડીસા સહિત બનાસકાંઠા ના ખેડૂતો ને અગાઉ તમાકુના વેચાણ માટે ઉનાવા સુધી લાબું થવું પડતું હતું અને તેની સાથે સાથે ખેડૂતો ને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ સાથે સમયની પણ બરબાદી થતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરના મુખ્ય માર્કેટયાર્ડ માં ખેડૂતોને પોતાના માલનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સંચાલક મંડળ દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. જેને લઇ મંગળવાર થી ડીસા માર્કેટયાર્ડ માં તમાકુની હરાજીનો શુભારંભ થયો હતો. પ્રથમ દિવસે જ ડીસામાં 50 હજાર બોરી તમાકુની આવક નોધાઈ હતી તેમજ પ્રતિ મણ તમાકુ નો ભાવ ૧૫૦૦ થી ૨૫૫૧ રૂપિયા નોધાયો હતો.
ડીસા માર્કેટયાર્ડમાં પણ તમાકુ ની જાહેરાત કરવામાં આવી રહી છે; આ અંગે ડીસા માર્કેટયાર્ડ ના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ડીસા ઉપરાંત આસપાસના તાલુકાના ખેડૂતો પણ તમાકુ વેચવા માટે ડીસા માર્કેટયાર્ડ માં આવી રહ્યાં છે. તેમજ ખેડૂતોને પોતાના માલના રોકડા નાણા, સાચો તોલ અને પોષણક્ષમ ભાવ મળતાં ખેડૂતો માં પણ આનંદ જોવા મળી રહ્યો છે.