વેપારીઓને ભારે નુકસાન : વેપાર સંપૂર્ણપણે ઠપ્પ : જીવનજરૂરી ચીજવસ્તુઓ ચોખા, તેલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને ઇલેક્ટ્રોનિક્સની ભારે અછત
જમ્મુ-શ્રીનગર હાઈવે ૧૫ દિવસથી બંધ હોવાને કારણે કાશ્મીરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની તીવ્ર અછત સર્જાઈ છે, અને વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. જોકે, હળવા વાહનો માટે હાઈવે ખોલી દેવામાં આવ્યો છે, પરંતુ ભારે વાહનો પર પ્રતિબંધ હોવાથી પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે.
કાશ્મીર વેપારીઓ અને ઉત્પાદકોના ફેડરેશનના પ્રમુખ યાસીન ખાનના જણાવ્યા અનુસાર, હાઈવે બંધ થવાને કારણે વેપાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે ચોખા, તેલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને ઇલેક્ટ્રોનિક્સની પણ ભારે અછત છે.આ અંગે કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તારિક ગનીનું કહેવું છે કે નુકસાન કરોડોમાં છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમણે ટ્રેન દ્વારા માલસામાન મોકલવાની માંગણી કરી છે.

