હિંમતનગરના ગઢોડા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું સ્વચ્છતા અભિયાન

હિંમતનગરના ગઢોડા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું સ્વચ્છતા અભિયાન

પ્રત્યેક પરિવાર સ્વચ્છતાનો સંકલ્પ લે, શુભ દિવસોની ઉજવણી એક વૃક્ષ વાવીને કરે તો સમાજમાં મોટું યોગદાન થશે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સ્વચ્છતા દરેક ગામ અને શહેરના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે: પ્રત્યેક વ્યક્તિ કચરો નહીં કરવાનો સંકલ્પ કરે

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.  સફાઈ અભિયાન પછી ગઢોડાના ગ્રામજનો સાથે સંવાદ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ ગામડાની સંસ્કૃતિ છે.આપણી પ્રાચીન વ્યવસ્થાઓ ગામથી જ ચાલતી આવી છે. ગ્રામીણ સંસ્કૃતિ સમૃદ્ધની સાથે ઉન્નત છે. ગામડાઓ શહેરી વિસ્તારો કરતાં પાછળ ન રહે તે માટે ગામોમાં સ્વચ્છતા, પાણી, શાળા, હોસ્પિટલ અને. પશુઓની ઉત્તમ જાતો વિકસે, દૂધ ક્ષમતામાં વધારા સાથે ખેડૂતોની આવક વધે તે માટે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગામમાં રહેતા બાળકો વ્યસનમુક્ત રહી  સંસ્કારવાન અને શિક્ષિત બની આગળ વધે તે દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે.

સ્વચ્છતા દરેક ગામ અને શહેરી વિસ્તારના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. ગામમાં જો ગંદકી હશે તો મચ્છર-માખીના ઉપદ્રવ સાથે રોગચાળો વધશે અને ગામનું ધન દવાઓમાં ખર્ચાઇ જશે. જેનો ઉકેલ સ્વચ્છતા છે, એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દરેક ગામવાસીએ સંકલ્પ કરવો જોઈએ કે, ગંદકી નહીં ફેલાવીએ અને જે કોઈ ગંદકી ફેલાવશે તો તેને સાફ કરી દઈશું..’ આ સંકલ્પ થકી  બાળકો પણ વડીલોના રસ્તે ચાલશે. સ્વચ્છતાની સાથે વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતી તરફ પણ આગળ વધવું જોઇએ. દરેક ગામવાસી પોતાના પરિવારના શુભ દિવસની ઉજવણીમાં વૃક્ષ વાવવાનો સંકલ્પ કરે તો પર્યાવરણની જાળવણીમાં મોટું યોગદાન આપી શકાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *