શાળાના બાળકોએ વિવિધ રમતો રમી સ્પોર્ટ્સ ડે ની ઉજવણી ને યાદગાર બનાવી: શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં અગ્રેસર શહેરના રાજમહેલ રોડ પર આવેલી તપોવન સ્કૂલ અને વિઝડમ સ્કૂલ ના બાળકો દ્રારા વિવિધ ડે ની ઉજવણી અંતગૅત શનિવારે સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. સ્પોર્ટ્સ ડે ની ઉજવણી દરમ્યાન શાળાના બાળકો એ કોથળાદોડ,કબડ્ડી,ખોખો,લીંબુ ચમચી,ફુગ્ગા ફોડ,ગીલ્લી દંડો,સંગીતખુરશી,ક્રિકેટ,ફુટબોલ,ધમાલગોટો,આંધળો પાટો જેવી વિવિધ રમતો રમી સ્પોર્ટ્સ ડે ની ઉજવણી ને યાદગાર બનાવી હતી. તપોવન સ્કૂલ અને વિઝડમ સ્કૂલના બાળકો માટે આયોજિત કરાયેલ સ્પોર્ટ્સ ડે ને સફળ બનાવવા અને બાળકોને પ્રોત્સાહિત કરવા શાળા સંચાલક હાર્દિકભાઈ રાવલ સહિત બંને શાળાના આચાર્ય,શિક્ષકો તેમજ શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

- January 6, 2025
0
168
Less than a minute
You can share this post!
editor