રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે બનાસકાંઠા જિલ્લાના સુઈગામની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને ત્યાં આશ્રય લઈ રહેલા અસરગ્રસ્ત લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમના હાલચાલ પૂછ્યા હતા. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકો સાથે વાતચીત કરીને તેમને હિંમત આપી હતી અને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, “હિંમત રાખો, બધું સારું થશે.” તેમણે અસરગ્રસ્તોને ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર આ કપરી પરિસ્થિતિમાં તેમની સાથે છે અને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે. મુખ્યમંત્રીએ રાહત અને પુનર્વસન કામગીરીની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ મુલાકાતથી પૂરથી પ્રભાવિત લોકોને મોટી હિંમત મળી છે અને સરકારની સંવેદનશીલતાનો અનુભવ થયો છે.
- September 11, 2025
0
102
Less than a minute
You can share this post!
editor

