પાટણ અને સિધ્ધપુર વિસ્તારમાં ભેંસ ચોરીનો તરખાટ મચાવનાર મોડાસાની મુલતાની ગેંગના 8 આરોપીઓને પાટણની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને 8 એપ્રિલ 2025 સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. બાલીસાણા પોલીસે સિધ્ધપુર પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટ દ્વારા આરોપીઓનો કબજો મેળવ્યો હતો. આરોપીઓમાં આરીફ, હારૂન, અકીલ, અરબાજ, અસ્લમ, મોસીક, સાદીક અને નસરૂદિન સામેલ છે. આ ગેંગે પાટણ તાલુકાના હાજીપુરમાંથી રૂ. 1.80 લાખની ત્રણ ભેંસ અને સિધ્ધપુર પંથકના ગામોમાંથી અન્ય ભેંસોની ચોરી કરી હતી. પાટણ એલસીબી પોલીસે 21 માર્ચ 2025ના રોજ આ ગેંગને રૂ. 18 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધી હતી. પોલીસ તપાસમાં કુલ 9 ભેંસોની ચોરીનો ભેદ ખૂલ્યો હતો. ત્યારબાદ આરોપીઓને સિધ્ધપુર પોલીસને સોંપવામાં આવ્યા હતા. હવે બાલીસાણા પોલીસે ભેંસ ચોરીના બે ગુનામાં તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- April 7, 2025
0
105
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next