ભાભર મારામારીની ઘટનામાં તમામ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન માટે લવાયા હતા. ભાભરની ભર બજારમાં અસામાજિક તત્વો દ્વારા ઠાકોર સમાજના પાંચ લોકો પર ધોકા અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાયો હતો. જે ઘટનામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મારામારીની ઘટનાને પગલે પોલીસે ગણતરીના કલાકમાં જ હુમલો કરનાર છ આરોપીઓને ઝડપી પાડયા હતા. સમગ્ર ઘટનાને અંજામ આપનાર આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન માટે લવાયા હતા. ત્યારે બીજી તરફ સાંસદ અને ધારાસભ્યની ભાભરમાં રેલી બાદ ટોળાએ તોડફોડ કરી હતી જે ટોળામાં ૭૦ જેટલા ઈસમો સામે ભાભર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
- May 4, 2025
0
559
Less than a minute
You can share this post!
editor

