મૃતક યુવક રાધનપુરના દેલાણા ગામનો અસ્થિર મગજ હોય ટ્રેન નજીક અથડાતા બની ઘટના; પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે આવેલ રેલવે ફાટક નજીક રેલવે ટ્રેક પાસે એક અજાણ્યા ઈશમની લાશ મળી આવી હતી. જે ઘટનાની જાણ ગ્રામજનો ને થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે મળતી માહિતી મુજબ પીપળી નજીક બનેલ ઘટનામાં લોકોએ લાશની ઓળખ માટે ફોટા ગ્રુપમા મોકલતા અને સગા સંબંધીઑ સુધી વાત પહોંચતા મૃતક યુવક આહીર દિનેશભાઇ અમથાભાઇ ગામ દેલાણા હોવાનું જાણવા મળ્યું હતું.
રાધનપુથી આશરે 8.કિમિ મોટી પીપળી ગામ નજીક આવેલ રેલવે ફાટક ને અડીને રેલવે ટ્રેક નજીક આ ઘટના બની હતી. જ્યાં દિનેશભાઇ આહીરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર દિનેશભાઇનું અસ્થિર મગજ હોવાના કારણે દિનેશભાઇ આજુબાજુના વિસ્તારમાં જ્યાં ત્યાં ભટકતા હોય રાધનપુરના મોટી પીપળી નજીક આવી પહોંચયા હતા જ્યાં રેલવે નજીક ટ્રેક પર ટ્રેન ને અથડાતા ઘટના બની હોવાનું લોકો દ્વારા જાણવા મળ્યું છે. જેમાં દિનેશભાઇ નું મોત નીપજ્યું હતું.