ડીસા ભીલડી હાઇવે પર બાઇક સવાર રખડતા ઢોરને અથડાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ડીસા ભીલડી હાઇવે પર બાઇક સવાર રખડતા ઢોરને અથડાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ડીસા ભીલડી હાઇવે ઉપર વડાવળ પાટિયા નજીક વસંત હોટલ પાસે સોમવારની મોડી રાત્રે ભીલડીથી ડીસા તરફ જતો બાઇક સવાર રોડ ઉપર ઉભેલા આખલા સાથે અથડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા પામ્યો હતો્

આ અંગેની મળતી વિગતો અનુસાર ગત મોડી રાત્રે ભીલડી તરફથી અરવિંદભાઈ માજીરાણા જીજે.8.ડીઇ 1528 બાઇક લઇને  વડાવલ પાટીયા નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રસ્તા ઉપર ઉભેલા રખડતા પશુને જોરદાર રીતે અથડાતા બાઈક સવાર અરવિંદભાઈ માજીરાણા રહે.કંસારી તાલુકો ડીસા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા પામ્યો હતો.

જેની જાણ 108 એમ્બ્યુલેશનને કરતાં 108 દ્વારા વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા ભીલડી પર અવાર-નવાર રખડતા પશુઓના કારણે અકસ્માતો સર્જાતા રહે છે, તેમ છતાં હાઇવે ઓથોરિટી અને કોન્ટેક્ટ કંપનીના અધિકારીઓનુ પેટનું પાલન હાલતું નથી.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *