સમગ્ર શિક્ષા, ગાંધીનગર પ્રેરિત સમગ્ર શિક્ષા અને જિલ્લા શિક્ષણ સમિતિ, બનાસકાંઠા દ્વારા આયોજિત “જિલ્લા અને તાલુકા કક્ષા સક્ષમ શાળા એવોર્ડ ૨૦૨૪-૨૫” અંતર્ગત આજરોજ કનુભાઈ મહેતા હોલ,પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળા વિભાગમાં ગ્રામીણ કેટેગરીમાં દાંતીવાડા તાલુકાની પી.એમ. ઉત્તમપુરા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે, ભાભર તાલુકાની પી.એમ. કુવાળા પે.કેન્દ્ર શાળા દ્વિતીય ક્રમે તથા ડીસા તાલુકાની ધરપડા પ્રાથમિક શાળા તૃતીય ક્રમે વિજેતા બની હતી.
જિલ્લા કક્ષાએ માધ્યમિક વિભાગમાં ગ્રામીણ કેટેગરીમાં દાંતીવાડા તાલુકાની મોડેલ ડે સ્કુલ ઉત્તમપુરા પ્રથમ ક્રમે, ભાભર તાલુકાની સરકારી માધ્યમિક શાળા, બલોધણ દ્વિતીય ક્રમે તથા લોક નિકેતન વિનય મંદિર, લવાણા તૃતીય ક્રમે વિજેતા બની હતી.
જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળા વિભાગમાં શહેરી કેટેગરીમાં ધાનેરા તાલુકાની ધાનેરા પ્રાથમિક શાળા-૧ પ્રથમ ક્રમે તથા માધ્યમિક વિભાગમાં શહેરી કેટેગરીમાં ડીસા તાલુકાની ડી.એન.જે.હાઈ સ્કુલ અને ઓ.એમ.અગ્રવાલ આદર્શ હાઈ સ્કુલ, ડીસા પ્રથમ ક્રમે વિજેતા બની હતી. જેમાં પ્રથમ ક્રમને રૂ.૩૧,૦૦૦/-, દ્વિતીય ક્રમને રૂ. ૨૧,૦૦૦/- અને તૃતીય ક્રમને રૂ. ૧૧,૦૦૦/- રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર અર્પણ કરીને સન્માનિત કરાયા હતા.

