માલણના ખેડૂતોએ ફૂલો વેચવા માટે માર્કેટ જવું નથી પડતું
સામે ચાલીને વેપારીઓ ખેતરથી ખરીદી જાય છે
બનાસકાંઠામાં ખેડૂતો અનાજ, શાકભાજી, ફળો સહિતની ખેતી કરતા હોય છે. સાથે સાથે પાલનપુર તાલુકાના માલણ ગામે રહેતા ખેડૂતે ફૂલોની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. ખેડૂતોએ ફૂલોની ખેતી કરીને વેચવા માટે માર્કેટમાં જવું પડતું નથી, સામા પગે વેપારીઓ ખેતરમાં આવીને ફૂલોની ખરીદી કરી જાય છે.પાલનપુરથી માલણ સુધી 20થી 25 જેટલાં ખેડૂતો ગલગોટાની ખેતી કરી છે. ખેડૂતોનું કહેવું છે કે, ગલગોટા વેચવા માર્કેટમાં જવું નથી પડતું, અમદાવાદ થી વેપારીઓ ખેતરમાંથી જ ગલગોટા લઈ જાય છે જેનું બચત થાય છે.ખેડૂતે જણાવ્યુ હતુ કે, આ વર્ષે શિયાળો શરૂ થયો, છતાં ઠંડી પ્રમાણ નહીંવત છે. એટલે ઘઉં જેવા પાકો ઉઘાડવામાં તકલીફ છે. પરંતુ હવે ખેડૂતો અનાજ ,શાકભાજી સિવાય પણ ખેડૂતો ફૂલોની ખેતી કરી રહ્યા છે. જેમાં ખેડૂતોને તહેવારોમાં ફૂલોનો સારો એવો ભાવ મળે છે અને આડે દિવસે કિલો દીઠ 35થી 40 રૂપિયા જેટલો ભાવ મળે છે, જેથી ફૂલોની ખેતી કરી અમે સારી એવી આવક મેળવી રહ્યા છીએ.આ વર્ષે એક વીઘા ખેતરમાં ગલગોટા ની ખેતી કરી છે. જેમાં અંદાજે પાલનપુરથી માલણ સુધીમાં 20થી 25 જેટલા ખેડૂતો આ ગલગોટાની ખેતી કરે છે. અને ગલગોટાના ફૂલોની ખરીદી કરવા અમદાવાદથી વેપારી આવી ખેતરેથી માલની લઈ જાય છે. જેથી માર્કેટમાં વેચવા જવાની જરૂર પડતી નથી.