બનાસકાંઠા એસ.પી. દ્વારા જન્મદિન અને લગ્ન વર્ષગાંઠની પ્રેરણાદાયી ઉજવણી

બનાસકાંઠા એસ.પી. દ્વારા જન્મદિન અને લગ્ન વર્ષગાંઠની પ્રેરણાદાયી ઉજવણી

બનાસકાંઠા એસ.પી. અક્ષયરાજ મકવાણાએ તેમના જન્મ દિવસ અને લગ્નની વર્ષગાંઠની ઉજવણી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ,પાલનપુર સંસ્થા ખાતે રહેતા બાળકોને કપડા, બુટ મોજા, અભ્યાસની કીટ અને કેક આપેલ. સાથે તેમણે શિશુ ગૃહની મુલાકાત લઈ નાના બાળકોને પણ કપડા ગિફ્ટમાં આપેલ. આ પ્રસંગે તેમના ધર્મ પત્ની તથા તેમના માતૃશ્રી ઉપસ્થિત રહેલ.

બાળ કલ્યાણ સમિતિના ચેરમેન જયેશભાઈ દવે દ્વારા જન્મદિવસ નિમિત્તે તેમનું સાલ ઓઢાડી સ્વાગત કરી સંસ્થા અને બાળકો વતી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે બાળ કલ્યાણ સમિતિના સભ્ય સચિવ કૃતિકાબેન મહેતા તથા સંસ્થાના અધિક્ષક જીજ્ઞાબેન ગોઠી અને શિશુ ગૃહના મેનેજર સીમાબેન રાવલ અને સ્ટાફગણ ઉપસ્થિત રહેલ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *