જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓ દ્વારા ધર્મ પૂછી છવ્વીસ જેટલા હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેના પ્રત્યાઘાતો સમગ્ર ભારત અને વિશ્વમાં પડ્યા હતા. વારંવાર પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓ દ્વારા ભારત પર કરવામાં આવતા હુમલાઓનો જડબાતોડ જવાબ આપવા સમગ્ર દેશમાં માંગ ઉઠી હતી. રાષ્ટ્રહિત સર્વોપરીને હર હંમેશ માનનારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત સેનાની ત્રણેય પાંખોને ફ્રી હેન્ડ કરવામાં આવી. અને પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓના બંકરોને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા સાથે સાથે પાકિસ્તાનના અગિયાર જેટલા એરબેઝને ભારે નુકસાન પહોંચાડી પાકિસ્તાનને ઘૂંટણિયે કરી દેવામાં આવેલ.
ત્યારે ભારતીય સૈન્યના શોર્યને સો સો સલામ સાથે બિરદાવવા માટે સમગ્ર ભારત ભરમાં તિરંગા યાત્રા નીકાળવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ડીસા તાલુકાના સૌથી મોટા જુનાડીસા ગામે પણ ભારત માતાકી જય, વંદે માતરમ અને જવાનોના શોર્યના જય ઘોષ સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં જુનાડીસા ગામના તમામ સમાજના અને ધર્મના લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

