ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન (કચ્છ) હેઠળ નોંધાયેલા NDPS એક્ટ કેસમાં સંડોવાયેલા એક સહ-આરોપીને બનાસકાંઠા જિલ્લાની ડીસા શહેર ઉત્તર પોલીસે ઝડપી પાડી, ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપ્યો છે. સરહદી રેન્જ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજે ગુનાઓમાં સંડોવાયેલા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે કડક સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના અનુસંધાનમાં, ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી.એલ. સોલંકી અને ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એચ. જારિયાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સ્ટાફના કર્મચારીઓએ સઘન કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી દરમિયાન, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન (કચ્છ)ના ગુ.ર.નં. ૯૬૪/૨૦૨૫, NDPS એક્ટ કલમ-૮(સી), ૨૦(બી), ૨૯ વિ. મુજબના ગુનાના સહ-આરોપી અતુલ ઉર્ફે રેસર રમેશભાઈ ઠાકોર, રહે. ડીસા નેહરુનગર ટેકરા, તા. ડીસા વાળાને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સુપરત કરવામાં આવ્યો છે.

