બનાસકાંઠા એલસીબી પોલીસે પાથાવાડા, તેમજ ધાનેરા વિસ્તારમાંથી અલગ અલગ ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.બનાસકાંઠા LCB પોલીસે ફરાર આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે બાતમીના આધારે પાંથાવાડા પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશન એક્ટ હેઠળના નાસ્તો ફરતા આરોપી સુરેશભાઈ વિન્નોઈ રહે, સોતરુ રાણાવાડા રાજસ્થાન વાળાને વાસણ ધાનેરા પાસેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત ધાનેરા પોસ્ટેના ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી પ્રવિણભાઇ મોહનલાલ વિશ્નોઇ રહે. સોતરૂ તા.રાણીવાડા રાજસ્થાન વાળાને વાસણ તા ધાનેરા મુકામેથી હસ્તગત કરી આગળની કાર્યવાહી સારૂ ધાનેરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો. પાલનપુર શહેર વિસ્તારમાં બાતમી હકીકત આધારે અમીરગઢ પોલીસ સ્ટેશન પાર્ટ ‘સી’ પ્રોહીબીસન એક્ટ મુજબના ગુનાના કામના નાસતા-ફરતા આરોપી હરેશ ઉર્ફ પિન્ટુ નૈનારામભાઇ ઓડ રહે.પાલનપુર,મફ્તપુરા,સદરપુર રોડ,ઓડવાસ ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે અમીરગઢ પોલીસને સોંપી તપાસ હાથ ધરી છે.