જીલ્લાના કેટલાક ભાગોમાં વરસાદના અમી છાંટણા થયા વાતાવરણ બદલાતા જગતનો તાત ચિંતિત
નૈઋત્યનું ચોમાસુ ક્યારે આવશે તેને લઈને સૌ ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા, તેની વચ્ચે હવે બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારના બપોર બાદ વાતાવરણમાં પલટો આવતો જોવા મળ્યો હતો દિવસભર આકરી ગરમી વચ્ચે બપોરના સમયે કેટલાક વિસ્તારોમાં વરસાદના અમી છાંટણા શરૂ થયા હતા ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ૧૫ જૂન સુધી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ કે વરસાદ પડવાની શક્યતાઓ છે.
બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા બપોર બાદ વાદળા ગોરંભાતા વરસાદના અમીછાંટણા હતા. જોકે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ સામાન્ય રીતે 15 જૂનથી થતો હોય છે. આમ ચોમાસાની સિઝનને બે દિવસ બાકી છે ત્યારે હવે લાગે છે કે, સમયસર ચોમાસા ની ધડીઓ ગણાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા રાજ્ય માં વિધિવત રીતે ચોમાસુ બેસવાની આગાહી કરવામાં આવી છે જેને લઇ કેટલાક ભાગોમાં વરસાદ શરૂ થયાના પણ અહેવાલો મળી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદ નું આગમન થઇ શકે છે.
વાતાવરણમાં અકસ્મિક પલટો આવતાં જગતના તાત માં ચિંતાનો માહોલ; બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ઉનાળુ સીઝન લેવાની કામગીરી ચાલી રહી છે તેવા સમયે અચાનક આકસ્મિક પલટો આવતા અને કેટલાક વિસ્તારોમાં વરસાદી છોટા શરૂ થતા ખેડૂત વર્ગ દોડતો થઈ ગયો હતો ખેતરોમાં પડેલા પાકને વરસાદ થી બચાવવા મહેનત કરવી પડી હતી જોકે માત્ર અમી છાંટણા થતા હાશકારો અનુભવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં 19 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી; નૈઋત્ય ચોમાસુ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં પણ આગામી 19 જૂન સુધી ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.

