રાજસ્થાનમાં ભારે ગરમીએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજ્ય વર્સો પછી આટલી ભારે ગરમીનો અનુભવ કરી રહ્યું છે. રાજસ્થાન હાલમાં દેશમાં સૌથી વધુ ગરમીનો અનુભવ કરી રહ્યું છે. શ્રીગંગાનગરમાં દેશમાં સૌથી વધુ તાપમાન 49.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જયપુરના હવામાન કેન્દ્ર અનુસાર, ગંગાનગરમાં મહત્તમ તાપમાન 49.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 7.9 ડિગ્રી વધુ છે. 14 જૂન, 1934 ના રોજ શહેરમાં મહત્તમ તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
Today,Heat wave conditions prevailed at many places with severe heat wave conditions at isolated places over West Rajasthan. Heat wave conditions prevailed at isolated places over East Rajasthan, Jammu division, Haryana and Madhya Pradesh. The maximum temperature information are… pic.twitter.com/HXF0k7lPls
— India Meteorological Department (@Indiametdept) June 13, 2025
રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચુરુમાં મહત્તમ તાપમાન 47.6 ડિગ્રી, જેસલમેરમાં 46.9 ડિગ્રી, બિકાનેરમાં 46.4 ડિગ્રી, જોધપુરમાં 46.3 ડિગ્રી, ફલોદી અને બાડમેરમાં 46.2 ડિગ્રી, પિલાનીમાં 45.4 ડિગ્રી, લુંકરનસરમાં 45.2 ડિગ્રી, પાલી અને ફતેહપુરમાં 45 ડિગ્રી, ચિત્તોડગઢમાં 44.9 ડિગ્રી, સંગારિયામાં 44.6 ડિગ્રી, ઝુનઝુનુમાં 44.5 ડિગ્રી, નાગૌરમાં 44.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શુક્રવારે રાજધાની જયપુરમાં મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી સેલ્સિયસ હતું.