ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામ હોવા છતાં લેબનોનમાં બંને તરફથી હુમલા ચાલુ 11ના મોત

ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામ હોવા છતાં લેબનોનમાં બંને તરફથી હુમલા ચાલુ 11ના મોત

યુદ્ધવિરામનો ઉદ્દેશ્ય ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે લગભગ એક વર્ષ ચાલેલા યુદ્ધને સમાપ્ત કરવાનો હતો. જો કે, યુદ્ધવિરામ હોવા છતાં, બંને દેશો એક બીજા પર વારંવાર ઉલ્લંઘનનો આરોપ લગાવીને યુદ્ધવિરામ પ્રોટોકોલનો ભંગ કરતા જોવા મળે છે.ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ હોવા છતાં લેબનોનમાં બંને તરફથી હુમલા ચાલુ છે. ઇઝરાયેલી સૈન્ય હવાઈ હુમલામાં લેબનોનમાં 11 લોકો માર્યા ગયા હતા. ઈઝરાયેલે દાવો કર્યો હતો કે હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર કેટલાક અસ્ત્રો છોડ્યા હતા, જેના જવાબમાં ઈઝરાયેલે ભારે હવાઈ હુમલા કર્યા હતા.

ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાએ ગઈકાલે ઇઝરાયેલની સરહદ નજીક બે મિસાઇલો છોડી હતી. હિઝબુલ્લાહના મિસાઇલ હુમલા બાદ ઇઝરાયેલ સરકારે લેબનોનની સરહદ નજીક ઉત્તર ઇઝરાયેલના વિસ્તારોમાં લોકોને તેમના ઘરે પાછા ફરતા અટકાવ્યા છે. ગયા બુધવારથી 60 દિવસનો યુદ્ધવિરામ અમલમાં આવ્યા બાદ હિઝબુલ્લાએ પ્રથમ વખત ઇઝરાયલી દળોને નિશાન બનાવ્યા હતા.

ઈઝરાયેલ અને હિઝબુલ્લા વારંવાર યુદ્ધવિરામ પ્રોટોકોલનો ભંગ

યુદ્ધવિરામ બાદ પણ લેબનોનમાં શાંતિ સ્થાપિત થઈ રહી નથી. આ યુદ્ધવિરામનો હેતુ ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે લગભગ એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાનો હતો. જો કે, યુદ્ધવિરામ હોવા છતાં, બંને દેશો એક બીજા પર વારંવાર ઉલ્લંઘનનો આરોપ લગાવીને યુદ્ધવિરામ પ્રોટોકોલનો ભંગ કરતા જોવા મળે છે.

subscriber

Related Articles