ફાયરની ટીમે લીકેજ બંધ કરતા હાશકારો: ન્યુ પાલનપુર કરજોડા રેલવે સ્ટેશને ટ્રેનના ગેસ ટેન્કરમાં વાલ્વ લીકેજ હોવાના સમાચાર પાલનપુર નગરપાલિકા ફાયર ટીમને મળતા ટીમના માણસો ઘટના સ્થળે દોડી જઈ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સ્ટેન્ડ બાય રહ્યા હતા. ત્યારબાદ લીકેજ બંધ કરવામાં આવતા તંત્રએ રાહત અનુભવી હતી.
પાલનપુર તાલુકાના કરજોડા ગામે ન્યુ પાલનપુર રેલવે સ્ટેશન આવેલું છે જ્યાંથી પસાર થતા એક ગેસ ટ્રેન ટેન્કરમાં વાલ્વ લીકેજ થવાની ઘટના બની હતી. જેથી આ અંગેની જાણ પાલનપુર ફાયરની ટીમને મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી કોઈ દુર્ઘટના ન બને તે માટે સ્ટેન્ડ બાય રહી હતી. આ અંગે પાલનપુર ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે કરજોડા રેલવે સ્ટેશનથી શુક્રવારે 5:16 કલાકે કોલ મળતાની સાથે જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં ટ્રેનના ગેસ ટેન્કરમાં વાલ્વ લિકેજ હોવાથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયરની ટીમ સ્ટેન્ડ બાય રહી હતી ત્યારબાદ અંદાજે 2:00 વાગ્યાના આસપાસ સાણંદથી ગેસ લીકેજ બંધ કરવા માટે ટીમ આવી હતી અને ગેસ લીકેજ બંધ કરવામાં આવતા તંત્રએ હાસકારો અનુભવ્યો હતો.