અમદાવાદ અને ગાંધીનગરની 25 જેટલી લિકર પરમિટવાળી હોટલોમાંથી અંદાજે ચાર કરોડ રૂપિયાનો દારૂ વેચાઈ ગયો

અમદાવાદ અને ગાંધીનગરની 25 જેટલી લિકર પરમિટવાળી હોટલોમાંથી અંદાજે ચાર કરોડ રૂપિયાનો દારૂ વેચાઈ ગયો

દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરની 25 જેટલી લિકર પરમિટવાળી હોટલોમાંથી અંદાજે ચાર કરોડ રૂપિયાનો દારૂ વેચાઈ ગયો છે. ગુજરાતમાં પરમિટવાળો દારૂ આટલો વેચાયો તો ગેરકાયદે રીતે કેટલો દારૂ વેચાયો હશે એ અટકળનો જ વિષય છે. પ્રોહિબિશન વિભાગ આ અંગે સત્તાવાર રીતે કંઈ પણ બોલવા તૈયાર નથી પણ પોલીસની રહેમ નજર હેઠળ દિવાળીના તહેવારોમાં 20 કરોડ રૂપિયાનો દારૂ ગેરકાયદે રીતે વેચાયો હોવાનું પ્રોહિબિશન વિભાગના સૂત્રો નામ નહીં દેવાની શરતે કહી રહ્યા છે. પરમિટવાળી હોટલમાંથી દારૂનું જે વેચાણ થયું છે તેમાંથી સરકારને 5 કરોડ રૂપિયાથી વધારે ટેક્સની આવક થઈ હોવાનું કહેવાય છે. પરમિટવાળી દારૂની બોટલ પર 100 ટકાથી 400 ટકા સુધીનો ટેક્સ લેવામાં આવે છે.

સૂત્રોના દાવા પ્રમાણે, પ્રોહિબિશનના જ કેટલાક અધિકારીઓ વહીવટદાર તરીકે કામ કરીને બીજાની પરમિટનો ઉપયોગ કરીને દારૂની બોટલો મેળવી રહ્યા છે. અમદાવાદમાં સી. જી. રોડ, સુભાષ બ્રિજ, મીઠાખળી, કોમર્સ છ રસ્તા, સિંધુ ભવન રોડ, એસ. જી. હાઇવે અને ગાંધીનગરની મળીને 25 હોટલોને લિકરની પરમિટ આપવામાં આવી છે. દિવાળીનો તહેવાર શરુ થતાં જ લિકર પરમિટ ધરાવતા લોકો હોટલોમાંથી દારૂની બોટલો અને બિયર લેવા તૂટી પડ્યા હતા. અમદાવાદની એક હોટલમાં તો દિવાળીના તહેવારમાં એક કરોડનો દારૂ વેચાયો હોવાનું કહેવાય છે.

મોટા ભાગની લિકર પરમિટ ધરાવતી હોટલોએ તહેવાર દરમિયાન રોજ પાંચથી દસ લાખ રૂપિયાની દારૂની બોટલોનું વેચાણ કર્યું છે. દિવાળી બાદ જાહેર રજાઓ આવતી હોવાના કારણે પરમિટ ધારકો દારૂ અને બિયરનો સ્ટોક ભરપૂર કરીને બેસી ગયા હતા. બીજી તરરફ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનથી પણ ગેરકાયદે રીતે જંગી પ્રમાણમાં દારૂ અમદાવાદમાં ઠલવાયો હતો અને સામાન્ય ભાવ કરતાં બમણા ભાવે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થયું હતું.

subscriber

Related Articles