જ્યાં જોવો ત્યાં વૃક્ષો, વીજ વાયર, વીજપોલ, ઘરનાં પતરા તૂટ્યાં; હાલમાં વાતાવરણ વિભાગની આગાહીને પગલે કમોસમી વરસાદે ઝોર પકડ્યું છે. ત્યારે બનાસકાંઠાના છેવાડના તાલુકા અમીરગઢમાં મોડી રાત્રે વાવાઝોએ વિનાશ વેર્યો છે મોડી રાત્રે શરૂ થયેલ વાવાઝોડામાં માટીની ડમરીઓ ઉડી હતી ઝડપી ફૂંકાતા પવને અતિ સ્પીડના લીધે ઝાડ, હોર્ડિંગ્સ અને લોકોના ઘરના પતરા તૂટ્યા વિજ વાયરો અને વીજ પોલો ધરાશાયી થયાં ખેતરોમાં ખેડૂતના ઉભા અને લણેલા બાજરી સહિતના પાકોને મોટા પાયે નુકશાન થતાં ખેડૂતો સરકાર પાસે વળતરની અપેક્ષા રાખી રહ્યા છે.
વાવાઝોડાએ જ્યાં જુઓ ત્યાં વિનાશ વેર્યો છે લોકોના ઘરના પતરા ઊડી ગ્યા તો ક્યાંય ઝાડ પતરા પર પડતાં ઘરના પતરા તૂટ્યા મોડી રાત્રે શરૂ થયેલ વરસાદ કડાકા ભડાકા વીજળીના જોરે શરૂ થયો હતો અને સવારે દ્રશ્યો કાંઇક જુદાજ નજરે પડ્યા વરસાદે જાણે વિનાશ વેર્યો હોય એમ રોડ પર વીજ વાયરો વીજ ના થાંભલા અને ઝાડો તૂટેલા ખેતરોમાં પાકને નુકશાન નજર ફરે ત્યાં બધું તૂટેલ ફૂટેલ જ દેખાય જોકે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી આશિંકી રાહત મળી હતી..

