ટ્રાફિક ડોમ પર લોકોમાં અંગદાન ની જાગૃતતા માટે ના સ્લોગન લખાયા; અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દાદા ની પ્રેરણાથી પાટણની સેવાકીય સંસ્થા નીરજ સેવા ટ્રસ્ટ, પાટણ એપીએમસી અને શ્રીદેવી ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ગુરુવારે શહેરના નવજીવન ચાર રસ્તા નજીક ટ્રાફિક પોલીસની સુવિધા માટે તૈયાર કરાયેલા સુવિધા યુક્ત ટ્રાફિક ડોમને પાટણના પનોતા પુત્ર તેમજ નિરજ સેવા ટ્રસ્ટના ચેરમેન અને તાજેતરમાંજ જેઓની હુડકો ના સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવેલી છે. જિલ્લા પોલીસ વડા વી.કે.નાયી અને પોલીસ વિભાગને અપૅણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કે.સી.પટેલે જણાવ્યું હતું કે પાટણ શહેરમાં ઉનાળો,ચોમાસું,શિયાળા ની ત્રણેય ઋતુમાં ટ્રાફિક પોલીસ અનેક મુશ્કેલી વેઢી ને પણ પોતાની ફરજ બજાવતા હોય છે ત્યારે પાટણ ની ત્રણ સેવા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પાટણ ટ્રાફિક પોલીસ ની મુશ્કેલી દુર કરવા અને લોકોમાં અંગદાન ની જાગૃતતા ઉભી કરવાના શુભ હેતુથી શહેરના ટ્રાફીક સમસ્યા માટે મહત્વના ગણાતા હાઈવે વિસ્તારના નવજીવન ચાર રસ્તા,ટી.બી.ત્રણ રસ્તા,એપીએમસીના હાઈવે પરના પ્રવેશ દ્રાર સામે અને પાટણ-ચાણસ્મા – હારીજ ને જોડતા ત્રણ રસ્તા પર સુંદર બેઠક વ્યવસ્થા,લાઈટ, પંખાની સુવિધા યુકત ટ્રાફિક ડોમ અપૅણ કરી એક સુંદર સેવાકાર્ય કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
પાટણ ટ્રાફિક પોલીસ ની સુવિધા માટે ફાળવવામાં આવેલ ટ્રાફીક ડોમ પોલીસ પરિવાર ને અપૅણ કરવા બદલ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફે નીરજ સેવા ટ્રસ્ટ ના કે.સી.પટેલ, ચંદ્રીકાબેન દશૅકભાઈ ત્રિવેદી, મિલિન્દ ત્રિવેદી, એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને શ્રીદેવી ચેરીટેબલ ટ્રસ્ટના યતીન ગાંધી સહિત ત્રણેય સંસ્થાઓનાં સૌ સભ્યોનો હ્દય થી આભાર વ્યક્ત કર્યો હતો.