રાજસ્થાનના યુવકની હત્યા કરનાર હત્યારાઓના ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને જેલમાં ધકેલાયા

રાજસ્થાનના યુવકની હત્યા કરનાર હત્યારાઓના ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને જેલમાં ધકેલાયા

ડીસા તાલુકાના મુડેઠા ટોલનાકા નજીક તારીખ 2 નવેમ્બર 2024 ના રાત્રીના સુમારે રાજસ્થાનના શ્રવણરામ નિમ્બારામ ગોદારા (જાટ) ની હત્યા કરવામાં આવી હતી જેનો ભીલડી પોલીસે ભેદ ઉકેલ્યો હતો. જેની વિગતો એવી છેકે શ્રવણરામ કાંકરેજ તાલુકાના ચાંગા ગામેથી રસોઈ નું કામ કરતાં હતાં જેઓ તહેવારો પર પોતાના ઘેર રાજસ્થાન જાવા નીકળ્યા હતા તે દરમિયાન થરા થી ભીલડી સુધી જવા માટે થરા થી સ્પેશિયલ રીક્ષા કરી ભીલડી જવા નીકળ્યા હતા.

તે દરમિયાન ખીમાણા સીએનજી પંપે રીક્ષાચાલક શ્રવણભાઈ ચેહરાભાઈ રાવળ (સાલાણી) રહે. કાકર ઠાકોરવાસ તા.કાંકરેજ જી.બનાસકાંઠા સાથે અલ્પેશજી ગલાબજી ઠાકોર (દેલણીયા) (રહે હાલ.ખસા બાલાજી ગોવિંદજી ઠાકોરના ઘરે તા. કાંકરેજ જી. બનાસકાંઠા) અને સંજયજી નારખનજી ઠાકોર (ભોદણીયા) (રહે.ખસા તા.કાંકરેજ  જી.બનાસકાંઠા)  ખીમાણાથી રીક્ષામાં બેઠા હતા. જ્યા ભાડું આપવા બાબતે તેમજ રિક્ષા ઝડપથી ચલાવવા બાબતે બોલાચાલી થતાં ત્રણેય ઇસમોએ માથાના ભાગે કપાળ ઉપર લોખંડનું પક્કડ માર્યુ હતુ. અને નાસી ગયા હતા. દરમિયાન શ્રવણભાઇને સારવાર અર્થે પાલનપુર અને વધુ સારવાર માટે જોધપુર લઈ જતાં ત્યાં મૃત્યુ થયું હતું. ભીલડી પોલીસે પેટ્રોલપંપના સીસીટીવી ફૂટેજ તપાસી સહિત જુદીજુદી ટીમો બનાવી આ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. જ્યારે રાજસ્થાનના યુવકની હત્યા કરનાર હત્યારાઓને ઝડપી પાડી આરોપીયોના ત્રણ દિવસના રિમાન્ડ આજે પૂરા થતાં આરોપીઓને ડીસા કોર્ટ માં આજે રજુ કરાયા હતા કાર્ટે ત્રણેય આરોપીયોને ડીસા જેલમાં ધકેલાયા હતા.

subscriber

Related Articles