પાટણ–ઉંઝા રાજ્ય ધોરીમાર્ગ પર બાલીસણા પાસે નવીન કેનાલ બ્રીજના નિર્માણ માટે રૂ.૨ હજાર લાખની વહીવટી મંજૂરી

પાટણ–ઉંઝા રાજ્ય ધોરીમાર્ગ પર બાલીસણા પાસે નવીન કેનાલ બ્રીજના નિર્માણ માટે રૂ.૨ હજાર લાખની વહીવટી મંજૂરી

બ્રીજના નિર્માણથી વાહનચાલકો માટે અનુકૂળ અને સુરક્ષિત મુસાફરી સુલભ બનશે

પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના સિદ્ધપુર પેટા વિભાગ હેઠળ નબળા-સાંકડા પુલો યોજના અંતર્ગત પાટણ–ઉંઝા રાજ્ય ધોરીમાર્ગ પર કેનાલ બ્રીજની જગ્યાએ નવીન ચારમાર્ગીય માઇનોર બ્રીજના નિર્માણ માટે સરકાર દ્વારા તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૫ ના પત્રથી રૂ.૨૦૦૦.૦૦ લાખની વહીવટી મંજૂરી પ્રદાન કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત રસ્તાની સાંકળ ૪૮/૮૫૦ થી ૪૮/૯૫૦ (બાલીસણા પાસે) પર નવીન ચારમાર્ગીય માઇનોર બ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સદર નવીન પુલમાં ૧૪ મીટરના બે સ્પાન અને ૩૦ મીટરના એક સ્પાન સહિત કુલ બે બ્રીજનો આકાર રહેશે, જેમાં ૨ પીઅર અને ૨ એબટમેન્ટની કામગીરીનો સમાવેશ થાય છે. બંને પુલોની કુલ લંબાઈ ૬૦ મીટર રહેશે, કેરેજવેની પહોળાઈ ૧૦.૫૦૦ મીટર રાખવામાં આવી છે તથા રાહદારીઓ માટે ૧.૫૦ મીટર પહોળો ફુટપાથ પણ બનાવવામાં આવશે.

નવીન બ્રીજના પાટણ તથા ઉંઝા તરફના એપ્રોચ રોડની લંબાઈ અંદાજે બંને તરફ ૨૦૦ મીટર રહેશે. આ કામગીરીમાં પી.એસ.સી. ગર્ડર અને સોલીડ સ્લેબનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત, બ્રીજની લાંબા ગાળાની ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે એપોક્ષી પેઇન્ટિંગ તથા સ્કાવર પ્રોટેક્શન માટે એપ્રોનની કામગીરી પણ સમાવિષ્ટ છે.સદર કામગીરીનો વર્ક ઓર્ડર તા. ૨૯/૦૯/૨૦૨૫થી ઇજારદાર અક્ષર કન્સ્ટ્રક્શન, મહેસાણા ને એનાયત કરવામાં આવ્યો છે. હાલમાં માટીકામ તથા પીઅર કેપ કાસ્ટિંગની કામગીરી પ્રગતિમાં છે અને સમગ્ર કામગીરી સંભવિત રીતે તા.૨૮/૦૯/૨૦૨૬ સુધી પૂર્ણ કરવાનો આયોજન કરવામાં આવ્યો છે.ચારમાર્ગીય રસ્તાની પથરેખાને અનુરૂપ ચારમાર્ગીય બ્રીજના નિર્માણથી વાહનચાલકો માટે અનુકૂળ અને સુરક્ષિત મુસાફરી સુલભ બનશે. પરિણામે ટ્રાફિકનું સુચારુ સંચાલન થશે, બોટલનેક સેક્શનની સમસ્યામાંથી મુક્તિ મળશે અને માર્ગ ઉપયોગકર્તાઓની સુવિધામાં પણ નોંધપાત્ર વધારો થશે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *