વાહન ચોરીના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો

વાહન ચોરીના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો

ડીસા શહેર દક્ષિણ પોલીસે રાજસ્થાની આરોપીને આબાદ ઝડપ્યો; બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના નાસતા ફરતા આરોપીઓ પકડવાના આદેશના અનુસંધાને, ડીસા શહેર દક્ષિણ પોલીસે ૧૫ વર્ષથી વાહન ચોરીના ગુનામાં ફરાર આરોપીને આબાદ ઝડપી પાડ્યો છે.

ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકીના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.ચૌધરીની સૂચના મુજબ, ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન, હ્યુમન સોર્સ મારફતે મળેલી ખાનગી બાતમીના આધારે, ડીસા શહેર દક્ષિણ ખાતે નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો આરોપી ચંપાલાલ કિષ્નારામ જાટ (ગોદારા), ઉંમર ૪૨, ધંધો ખેતી, રહે. ભટાલા બાંગડવાકીઢાણી, તા.સણધરી, જી. બાલોત્રા (રાજસ્થાન) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા ૧૫ વર્ષથી પોલીસ પકડથી બચતો ફરતો હતો. ડીસા શહેર દક્ષિણ પોલીસે સઘન તપાસ અને બાતમીના આધારે તેને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી બદલ ડીસા શહેર દક્ષિણ પોલીસની પ્રશંસા થઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *