વડગામના મેગાળ ચાર રસ્તા પાસે ઇકો બાઇક વચ્ચે અકસ્માત યુવકનું ઘટના સ્થળે મોત : ૧ ને ઇજા

વડગામના મેગાળ ચાર રસ્તા પાસે ઇકો બાઇક વચ્ચે અકસ્માત યુવકનું ઘટના સ્થળે મોત : ૧ ને ઇજા

રૂપાલના આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે મોત : ૧ ને ઇજા

નવા વર્ષમાં મળ્યાં બાદ બંને મિત્રો હોટલમાં જમવા જતા માર્ગમાં યમરાજા મળ્યા

વડગામ તાલુકાના મેગાળ ચાર રસ્તા પાસે ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જયારે બીજા યુવકને ઇજાઓ થતાં ૧૦૮ દ્વારા વડગામ બાદ વધુ સારવાર અર્થે રીફર કરાતાં પાલનપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ વડગામ તાલુકાના રૂપાલ ગામમાં રહેતા ભીખુસિંહ રતુસિંહ દેવડા ઉ.વ.૨૪ તેમજ તેમનો એક મિત્ર નવા વર્ષમાં મળ્યાં બાદ ગુરૂવાર ના સાંજના રૂપાલ થી બાઇક ઉપર હોટલમાં જમવા માટે નિકળ્યા હતા.તે સમયે ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે તે કહેવતને સાર્થક વડગામ થી હિંમતનગર જતાં નેશનલ હાઇવે ૫૮ ઉપર આવેલા મેગાળ ચાર રસ્તા પાસે ઇકો સાથે બાઇક અથડાઇ જતાં બાઇક આગમાં લપેટાયુ હતું અને બંને યુવકો ફંગોળાતા રોડની સાઈડમાં આવેલા ઝાડને અથડાતાં ભીખુસિંહ દેવડા રહે રૂપાલ નું ઘટના સ્થળે જ મોત થયું હતું.

જયારે અન્ય એક વડગામ ના યુવક ને ગંભીર ઇજાઓ થઇ હતી ૧૦૮ વાનને કોલ મળતા વાનના પાયલોટ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી જઇને વડગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લવાયા હતા.જયા ભીખુસિંહ દેવડા ને તબીબ દ્વારા મૃત જાહેર કરાયો હતો. જયારે વડગામ ના યુવાનને વધુ સારવાર અર્થે રીફર કરાતાં પાલનપુર ની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.મરણ જનાર યુવકની ડેડબોડી ને તેમના પરીવારજનો સોંપાઇ હતી.

મરણ જનાર યુવક તેના પરીવાર માં એક નો એક હતો અને તેને ૩ માસની એક દિકરી જ છે.બે સગી બહેનો અને બે મોટા બાપાની બહેનો મળીને ચાર બહેનોનો લાડકવાયો વિરલો ગુમાવતાં પરીવારજનો ઉપર આભ તુટી પડ્યું છે.

subscriber

Related Articles