વિદ્યાર્થીઓની સરળતા ખાતર યુનિવર્સિટી દ્વારા રવિવારે પણ પરીક્ષા વિભાગની કામગીરી ચાલુ રખાશે
ગુજરાત પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની મોટા પાયે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી 7 નવેમ્બર 2024 થી શરૂ કરવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તા. 15 નવેમ્બર 2024 છે.ત્યારે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટી સંલગ્ન કોલેજ માં વિદ્યાર્થીઓ પર્સન્ટેજ પ્રમાણપત્ર તથા ટ્રાયલ બેઝ સર્ટી લેવા માટે યુનિ ખાતે આવી રહ્યા છે.ત્યારે વિદ્યાથીઓ નો ઘસારો વધતા પરીક્ષા વિભાગ રવિવારે ચાલુ રાખી વિદ્યાથીઓને પર્સન્ટેજ પ્રમાણપત્ર તથા ટ્રાયલબેઝ સર્ટી આપશે તેમ યુનિવર્સિટી ના પરીક્ષા નિયામકે જણાવ્યુ હતું.
યુનિવસિર્ટી ના પરીક્ષા નિયામકે જણાવ્યું હતું કે અત્યારે હાલ વિદ્યા સહાયકની ભરતી માટે સરકારે જાહેરાત બહાર પાડી છે જેના ફોર્મ ભરવા માટે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાર્થીઓ પર્સન્ટેજ પ્રમાણપત્ર તથા ટ્રાયલ સર્ટિફિકેટ માટે યુનિવર્સિટી ખાતે આવેલ છે.છેલ્લા 4 દિવસ માં 4000 જેટલા પ્રમાણપત્રો ઈશ્યુ કરી દેવા માં આવ્યા છે. પરંતુ સતત બે દિવસથી વિદ્યાર્થીઓના ઘસારાને ધ્યાનમાં લઈને યુનિવર્સિટી દ્વારા રવિવારે રજાના દિવસે પણ પરીક્ષા વિભાગ ચાલુ રાખી પર્સન્ટેજ પ્રમાણપત્ર તથા ટ્રાયલ સર્ટિફિકેટ માટે કામગીરી ચાલુ રાખવાની નિર્ણય કરેલો છે.
આ સમગ્ર કામગીરીમાં અંદાજિત 30 જેટલા કર્મચારીઓને એક સાથે રોકેલા છે અને તમામ કામગીરી અત્યારે હાલ પૂરજોશમાં ચાલી રહી છે.
વધુ માં તેઓએ જણાવ્યું હતું કે એક સર્ટી બનાવવા માટે તમામ 6 સેમિસ્ટર તથા જેટલા ટ્રાયલ હોય તેની વિગત ની એન્ટ્રી કરવાની એટલે એક સર્ટિફિકેટ બનવામાં તથા તેના વેરિફિકેશનની અંદર લગભગ 10 થી 15 મિનિટ જેટલો સમય લગે છે. ત્યારે વિદ્યાર્થીઓ ની સુવિધા ખાતર યુનિવર્સિટી પરીક્ષા વિભાગ દ્વારા રવિવારે પણ કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.