સાત વર્ષ અગાઉ શેરીમાં કૂતરા કાઢવા બાબતે થયેલી માથાકૂટમાં હુમલો કરાયોચ પાલનપુર તાલુકાના જગાણા ગામે સાત વર્ષ અગાઉ થયેલી માથાફૂટનું મનદુઃખ રાખીને એક યુવકના માથાના ભાગે લોખંડની પાઇપ વડે હુમલો કરવામા આવ્યો હતો જેને લઇ ઇજાગ્રસ્ત યુવકને હેમરેજ થતા તેને હોસ્પીટલ દાખલ કરવામાં આવ્યો છે.
પાલનપુર તાલુકાના જગાણા ગામે રહેતા કેશરભાઇ ગુલાબજી ઠાકોરને સાત વર્ષ અગાઉ ગામના તેજસ વિરસંગજી ઠાકોર સાથે શેરીમાં કૂતરા કાઢવા મામલે માથાકૂટ થઇ હતી જેનું મનદુઃખ રાખી તેજસ ઠાકોરે કેશરભાઇ ને આજે તને પૂરો કરી દેવો છે તેમ કહી બાઇકમાંથી લોખંડની પાઇપ નીકાળી કેશરભાઈના માથામાં મારી હતી જેને લઇ તેઓ ઢળી પડતાં આ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા આ હુમલાનાં કારણે તેને હેમરેજ થતા સારવાર શરૂ કરવામાં આવી છે અને બનાવ અંગે હુમલો કરનાર ઇસમ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

