પાટણમાં તા.4 એપ્રિલ ને રવિવારે ધો.12 વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપના વિદ્યાર્થીઓની નીટની પરીક્ષા લેવામાં આવનાર છે; જે પરીક્ષા માટે શહેરની એક્સપ્રિમેન્ટલ હાઈસ્કૂલ,કે.કે.ગલ્સૅ સ્કૂલ, આર્દશ વિધાલય અને બીડી હાઈસ્કૂલ એમ 4 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. પરીક્ષા સમય બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે જોકે વિદ્યાર્થીઓને સવારે 11 વાગ્યા થી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. કુલ 4 કેન્દ્રોના 66 બ્લોકમાં કુલ 480 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે તો દરેક પરીક્ષા ખંડમાં બે-બે નિરીક્ષકો ફરજ બજાવશે.
જિલ્લા કલેક્ટર રચિત સમિતિએ પરીક્ષાની સુચારુ વ્યવસ્થા માટે વિશેષ આયોજન કર્યું છે. પરીક્ષા દરમિયાન 300 મીટરની ત્રિજ્યામાં પરીક્ષાર્થી સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે પરીક્ષા સ્થળની આજુબાજુના સાયબર કાફે, ઝેરોક્ષ સેન્ટર અને પ્રિન્ટિંગ પ્રેસ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે પ્રકારની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

