પાટણ શહેરમાં પાટણના વતન પ્રેમી દાતાઓ તરફથી પાટણની પ્રજા અને મુસાફરો માટે પીવાના પાણીની પરબો બનાવેલ છે.પરંતુ આ પરબો ની પાલિકા તંત્ર દ્વારા ધણા સમયથી સાફસફાઈ કરવામાં આવી ન હોય આગામી ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પરબો ની સફાઈ કામગીરી કરાવે તેવી લેખિત રજૂઆત નગરપાલિકાના ચિફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને વોટર વર્કસ શાખાના ચેરમેન ને વિપક્ષના નગરસેવક ભરત ભાટિયા દ્રારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સાથે સાથે તેઓએ નગર પાલીકા તરફથી આવી પરબોની યોગ્ય જાળવણી ન થતી હોઈ મોટા ભાગની પરબો હાલ બંધ છે. તેમજ પાટણ શહેરમાં દાતાઓ તરફથી બનાવવામાં આવેલ જે પરબો બંધ હાલતમાં છે તેની સ્થળ તપાસ કરાવીને બંધ થઈ ગયેલ પરબોનુ તાત્કાલિક ધોરણે સમારકામ કરાવી પરબો પુનઃ ચાલુ થાય તે દીશામાં યોગ્ય પગલા ભરવા પણ તેઓએ પાલિકા નું ધ્યાન દોર્યું હોવાનું જાણવા મળ્યું છે.